સેમસંગે બનાવ્યું 110 ઇંચનુ અલ્ટ્રા HD ટીવી

samsung tv 110 inc.

નવી દિલ્હી, 4 જાન્યુઆરી

સેમસંગે દક્ષીણ કોરિયામાં 110 ઇંચનું ટીવી લોન્ચ કર્યું છે. જેની કિંમત લગભાગ 94 લાખ છે. ટીવીનું રેઝોલ્યુશન એચડી કરતાં ચાર ઘણું છે. માટે આ ટીવીને 4K પણ કહે છે.

અલ્ટ્રા એચડી ટીવીની શોધના કારણે કંપનીઓ ઓએલઈડીની ટેકનીક છોડી અને આના પર વળ્યા છે. અલ્ટ્રા એચડી ટેકનોલોજી ઓએલઈડી કરતા ખુબજ સસ્તી છે.
અને આ ટેકનોલોજીમાં પાતળી સ્ક્રીન સાથે સારું પરિણામ મળી શકે છે, માટે ટીવી બનાવનારી કંપનીયો ઓએલઈડી છોડી આ ટેકનોલોજી તરફ વળ્યા છે.

જોકે આ ટીવીને લોન્ચ કર્યા બાદ સેમસંગે જણાવ્યું છે કે તેઓને 110 ઇંચના આ વિશાળ સ્ક્રીન ધરાવતા ટીવીના અત્યાર સુધી 10 ઓર્ડેર મળી ચુક્યા છે. આ અગાઉ સેમસંગે 85 ઇંચના સ્ક્રીન વાળું ટીવી બનાવ્યું હતું.

Sorce By : Sandesh