ગજાનન ગણપતિજી ની આરતી…..

misc-005-300x225

મિત્રો આજે ગણેશ ચતુર્થીના સપરમા દિનથી ગણેશ મહોત્સવ શરુ થઇ રહ્યો છે 

ત્યારે આવો સહુ સાથે મળી  ગજાનન ગણપતી બાપાની આરતી ઉતારીએ.

 

રાગ: જળ કમળ છાંડી જાને…..
===================================================
 
ઉમીયાજીના બાળ કુંવરની, આરતી રોજ ઉતારું રે.
ગણ નાયક  ગણ દેવાની હું ,રોજ સેવા   સમારું રે……….ઉમીયાજીના…
 
ઉષ્ણદિક  જળથી સ્નાન કરાવું,  હળવે મર્દન કરું રે,
હળવે હાથે  સ્નાન કરાવી, મોઘેરાં  વસ્ત્ર  પહેરાવું રે………ઉમીયાજીના….
 
હીર ચીરના ધોતી સાથે, જર કશી જામા ધરાવું  રે,
અબીલ ગુલાલના અર્ચનને, માથે  મુગટ  સજાવું  રે………..ઉમીયાજીના ….
 
રત્નજડિત  સિંહાસન સાથે,  ભાલે તિલક લગાવું રે,
દુર્વા થકી પૂજન અર્ચનને, મેવા મિઠાઈ પધરાવું રે……ઉમીયાજીના…..
 
મોદકના થાળની સાથે, વિવિધ વાનગી પીરસાવું રે,
વીઝણો દઈને વ્હાલ કરું, ગંગાજમુના ઝારી ભરાવું રે…. ઉમીયાજીના..
 
લવિંગ સોપારી ને ઈલાયચી, સાથે બીડલાં આપું  રે,
મખમલના ઢોલિયા ઢળાવી, ચરણને હું  તો ચાપું  રે……ઉમીયાજીના….
 
માતા કેરી આજ્ઞા પાળી, મહાદેવને જ જ્ઞાન  લાધ્યું રે,
માતા પિતા  દેવ છે  એ ,જગતને તમે   સમજાવ્યું રે…….ઉમિયાજી……..
 
પરશુરામના ક્રોધને કાપ્યો , ધીર ગંભીર બનીયા રે,
લહિયા વેદ વ્યાસજી કેરા, મહાભારતને લખિયા   રે……..ઉમીયાજીના..
 
જન્મ ચતુર્થી ભાદ્ર પક્ષે, સુંદર શોભા સારી  લાગે રે,
“સ્વપ્ન” સમર્પણ એને હૈયે, ગોવિંદ  શું ગુણ ગાવે રે……..ઉમીયાજીના…