Divya Shaktidham – Mitana

બહુચર માતાજી મંદિર , દિવ્યશક્તિ ધામ – મીતાણા .
તા: ટંકારા જી: રાજકોટ.

મંદિર નું નિર્માણ કરનાર દેવજીભાઈ કલાભાઈ પટેલ . મુ.ગામ : સાવડી . હાલ : રાજકોટ .

દેવજીભાઈ ના ધર્મ પત્ની કુંવરબેન તેમજ સુપુત્ર અશોકભાઈ , રજનીભાઈ અને પરેશભાઈ .આ મંદિર ના નિર્માતા છે .

મંદિર માં બહુચારમાતાજી , અંબામાતાજી , ઉમીયામાતાજી , ગણેશજી , બટુકભયરવ , હનુમાનજી , તેમજ નારસંગવીર ની મૂર્તિ બિરાજમાન છે .

શ્રાવણ સુદ પૂનમ તા: ૯-૮-૨૦૦૬ બુધવાર ના રોજ સાવડી થી ચાલીને ૨૫૦ ભક્તો બહુચરાજી થી અખંડ જ્યોત લાવીયા .

ચેત્ર સુદ પૂનમ તા: ૨૦-૦૪-૨૦૦૮ રવિવારે મંદિર નું સિલાન્યાસ કરવા માં આવ્યું .
ફાગણ સુદ ત્રિજ તા: ૭-૩-૨૦૧૧ ને સોમવાર મંદિર ની પ્રાણ પ્રતિઠા કરવા માં આવી .
મંદિર આશરે ૧૦ વીઘા માં ફેલાયેલું છે .

જે મોરબી – રાજકોટ હાઈવે મીતાણા ગામ પાસે આવેલ છે.
જે મોરબી થી રાજકોટ તરફ ૩૦ કિલોમીટર અને રાજકોટ થી મોરબી તરફ ૩૦ કિલોમીટર.

મંદિર ખુલવાનો સમય સવારે ૭ વાગ્યે અને રાત્રે બંધ કરવાનો સમય ૮:૩૦ વાગ્યે .
મંદિર સવારે ૭ વાગ્યે આરતી અને માતાજી ને બાળ ભોગ ધરવા માં આવે છે ., બપોરે ૧૧ વાગ્યે થાળ ધરવા માં આવે છે , સાંજે ૭ વાગ્યે આરતી અને ૮:૩૦ વાગ્યે શયના આરતી કરવા માં આવે છે .