“ મોરબીમાં ફરસાણ – ચાનાં ભાવે માજા મૂકી છે.

(ચંદ્રેશ બી.પટેલ દ્વારા) મોરબી
“ મોરબીમાં ફરસાણ –ચાનાં ભાવે માજા મૂકી છે. એક સો એંસી રૂપિયે ગાંઠિયા –માવાની અઈટેમમાં ભેળસેળ સ્વાસ્થય ને નુકસાન કરતા કલરો વાળી મીઠાઈ વરસે ત્રણ હાજર તેલનાં ડબાની ખરીદી છતાં ઇન્કમટેકસ ભરવા નહીં…. બેફામ લુંટ સામે ઇન્કમટેકસ મોંન મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ નાં પ્રમુખ ફરસાણ વાળા ની મીટીંગ ભરી સપષ્ટતા કરવા માંગે છે.’’
મોરબી માં પોપાબાઈ નં રાજ છે, તેલનાં રૂપિયા તેરસો અને ગાંઠિયાનાં ભાવ એક સો એંસી ,ખમણનાં ભાવ દોઢસો અને ચાના રૂપિયા પંદર ઉઘાડી લુંટ સરકારી બાબુઓ મોંન છે. દરેક માનશો, શ્રમજીવીથી માંડી ધનિક લોકો ચા સાથે નાસ્તો કરતા હોય છે. ગરીબ મજુરો સો ગ્રામ ગાંઠિયા ખાઈને પોતાની જઠરાગ્નિ શાંત કરીને મજુરીયે જાય છે. પરંતુ મોરબી માં પોપબીનું રાજ છે. કોઈને ગરીબ –શ્રમજીવીની પડી નથી, મોંઘાદાટ ફરસાણની દુકાનો છે કે જે વર્ષમાં ત્રણ થી ચાર હજાર તેલનાં ડબાની ખરીદી કરે છે. ઇન્કમટેકસવાળાએ ક્યારેય તપાસ નથી કરી કે કેટલો માલ બને અને કેટલી આવક થાય છે. કોઈ પાસે ચોપડા નથી બારોબાર ડબા આવે ને વગર બીલે ધંધો થાય દિવસે –દિવસે ભાવ વધારતાં જાય છે.માવાની તમામ વસ્તુમાં કલરનું દ્રાવણ નાંખવામાં આવે છે જે બાળકોની તંદુરસ્તી ને નુકશાનકારક છે.ઘણાં દિવસ પહેલાનો માવો વાપરીને તંદુરસ્તી સાથે ચેડા કરવામાં આવે છે. ખાધ –પદાર્થમાં ભેળસેળ ચાલે છે. દિવસ પહેલાનો પડતર માખણનો લચકો શીખંડમાં ઉપયોગ થાઈ છે,કેરીના રસમાં પોપેયાં અગર તો અન્ય ફળનો રસ ભેળવવામાં આવે છે.મોરબી વાસીઓ સાચું સુ ખાય છે તે ખબર નથી.મોરબી ફરસાણ એસોસીએશન સાથે ગ્રાહક સુરક્ષા મંડળ મીટીંગ કરીને સ્પષ્ટતા કરવા માંગે છે કે હવે હદ થઈ ગયે છે.ફરસાણનાં ભાવ કાબુમાં લેવામી આવશે કે નહિ કારણકે જે ભાવ પ્રમાણે સરકારને ટેક્સ પણ જતો નથી. ભાવ બાંધણા અંગે ઉચ્ચકશ્નાએ રજૂઆત કરતા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ લાલજીભાઈ મહેતા.
લાલજીભાઈ મહેતા
પ્રમુખ
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ