મોરબીની બે વિર્દ્યાથિનીઓની કમાલ કોઠાસુઝથી બનાવ્યું દેશી વોશીંગ મશીન

ઈલે. વોશીંગ મશીન કરતા તમામ દ્વષ્ટિએ’દેશી’ વધુ ફાયદાકારક

મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમાં અભ્યાસ કરતી બે વિર્દ્યાથિનીઓએ પોતાની આગવી કોઠાસુઝ તથા શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકના માર્ગદર્શન હેઠળ દેશી વોશીંગ મશીન બનાવીને ક્રિએટીવીટીનું ઉમદા ઉદાહરણ આપ્યું છે. તેમજ દેશી વોશીંગ મશીનનો ઉપયોગ કરી વીજળી, પાણી, સમયની બચત સહિત તમામ સ્તરે ઈલે. વોશીંગ મશીન કરતા વધુ ફાયદાકારક હોવાનું પુરવાર કર્યુ છે.

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી નિર્મલ વિદ્યાલયમાં ધો.૮ માં અભ્યાસ કરતી કલોલા દ્રષ્ટીબેન અને સીતાપરા કૃતિબેનને શિક્ષણ તથા જીવન ઘડતરના પાઠ શીખવાની સાથે લોકોને ઉપયોગી વૈજ્ઞાનિક દ્રષ્ટીકોણથી સંશોધનાત્મક કાર્ય કરવામાં વિશેષ રસરુચી છે.ળ

આ દિશામાં કાર્ય કરવામાં શાળાના પ્રિન્સીપાલ ગિરીશભાઈ કલોલા અને તેમના પુત્ર મીત કલોલા તથા શિક્ષક બિપીન કુંડારીયાનો સહયોગ સાંપડયો હતો. વોશીંગ મશીનના વધુ થતા ઉપયોગમાં પાણી, પાવર, સમય અને પાઉડરનો વધુ વ્યય થતો હોવાના કારણે બંને વિદ્યાર્થીઓના મનમાં ઘરેલું દેશી વોશીંગ મશીન બનાવવાના વિચારબીજ રોપાયા હતા. સાયકલના ચેનચકરનો આખો ભાગ, ચેન, બંને પેડલ, એક મોટું પ્લાસ્ટીકની જાળી સહિતની સામગ્રીનો ઉપયોગ કીરને દેશી વોશીંગ મશીન તૈયાર કર્યુ હતું. પ્રથમ વીજળીનો ઉપયોગ ન હોવાથી વીજબચત થાય છે.
દેશી વોશીંગ મશીનના આ રહ્યાં ફાયદા

ઈલે. વોશીંગ મશીનમાં દર મહિને ૩૦૦ જેટલો અંદાજીત મેઈન્ટસ ખર્ચ થાય છે. ત્યારે દેશી વોશીંગ મશીનમાં કશો જ રીપેરીંગ ખર્ચ થતો નથી. પગ ચલાવીને ઉપયોગ કરાય છે. ઈલે. વોશીંગ મશીનમાં કપડામાં અમુક જગ્યાએ ડાઘ રહી જતા હોય પરંતુ ‘દેશી’ માં કપડા સાફ – સુથરા રહે છે. નવા વોશીંગ મશીન વસાવવા માટે દસ હજારથી વધુ રકમની જરુર પડે છે. ૩૦૦ થી ૭૦૦ રુપિયામાં અફલાતુન ‘દેશી’ બની જાય છે.

Source By: Sandesh