મોરબી બાર એશા. ના રણ સંગ્રામમાં જીતુભા જાડેજાની પ્રમુખ પદે વિજય જય પરીખ ને સહુથી જંગી મતો : ઉપપ્રમુખ પદે કમળાબેન મુછડીયા

Untitled

(ચંદ્રેશ બી.પટેલ) દ્વારા
મોરબી : મોરબી જીલ્લાની રચના થયા બાદ આજે મોરબી બાર એશો.ની પ્રથમ ચુંટણી પ્રક્રિયા યોજાય હતી. ત્યારે મોરબી કોર્ટ પરિસર માં આજ સવારથી જ કાળા કોટ પહેરીને વકીલો ઉમટી પડ્યા હતા.તેમજ આજના માંદ્તાને લઈને પ્રમુખ પદના બન્નને દાવેદારોના જુથમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

આજે વહેલી સવારે યોજાયેલી મોરબી બાર.એશો.ની ચૂટણીમાં પ્રમુખ સેક્રટરી ,જોઈન્ટ સેક્રટરી ટીમાજ કારોબારી સભીયોના ઉમેદવારો માટે મતદાન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે સી.ડી. પડસુંબીયા જે.આર.જાડેજા.અને પી.ડી.માનસેતા એ પોતાની દાવેદારી નોંધાવી હતી તેમાં પોતાના હરીફ ઉમેદવાર ને જાગી બહુમતીથી હરાવીને ૧૨૨ મતો સાથે જીતુભા જાડેજા વિજય જાહેર થયા હતા.જયારે માનસેતા ૧૦ અને સી.ડી.પડસુંબીયાને ૯૦ મતો મળ્યા હતા તો ઉપપ્રમુખ જાહેર થયેલ કમળાબેન મુછડીયાને ૧૧૫ મતો મળ્યા હતા ત્યારે મનીષ પારેખ ને માત્ર ૯૦ મતો મળતા. તેઓ હાર્યા હતા. વધુમાં કારોબારી સભ્ય તરીકે જય પરીખ ને સૌથી વધુ ૧૨૭ મતો મળ્યા સેક્રટરી તરીકે એન.એન.ગોસ્વામી ને ૯૯ મતો મળ્યા હતા તો જોઈન્ટ સેક્રટરી જાહેર થયેલા પ્રવીણ હડીયલને ૧૦૪ મતો મળ્યા હતા વધુમાં અન્ય કારોબારી સભ્ય વિજયશેરસીયા ને ૧૨૩ તેમજ નરેન્દ્રસિંહ ૧૦૦ મતો મળ્યા તેવો વિજયી જાહેર થયા હતા.આમ તો સામાન્ય રીતે કાળા કોટ ધરી વકીલો અસીલો માટે દરરોજ એક બીજા સામે ન્યાયાલયમાં દલીલો મારફતે આમને સામને લડતા હોઈ છે. પરંતુ આજે ચુંટણી જંગમાં વકીલો આમને સામને હતા ત્યારે કોર્ટ પરિસરમાં ઉત્સાહ જનક વાતાવરણ હતું.