મોરબી જીલ્લા ના રાજપર ગામે બે દિવસ બાદ પટેલ સમાજ માં ૧૧૦ સમુહ લગ્ન નું આયોજન…

ચંદ્રેશ બી. પટેલ દ્વારા…

મોરબી જીલ્લાના પટેલ સમાજ દ્વારા ૧૩ માં સમુહ લગ્ન નુ આયોજન
સમગ્ર પાટીદાર પરીવારનાં પુત્ર –પુત્રી ઓ પણ જોડાશે.
મોરબી જીલ્લાના ઉમિયા પરીવાર દ્વારા ૧૩ માં સમુહ લગ્ન માં ૧૧૦ જેટલા યુવક- યુવતી એક સાથે લગ્ન – જીવન માં જોડાશે
પાટીદાર સમાજના મુખ્ય આગેવાનો લગ્ન ગ્રંથી માં જોડાયેલ ને આશીર્વાદ અર્પણ કરશે.
આ સમુહ અખાત્રીજના દિવસે યોજાશે. તેમાં પાટીદાર સમાજના સમગ્ર ક્ષેત્રનાં પાટીદાર પરીવારો ભાગ લઈ રહયા છે આ સમુહ લગ્ન તેવા પણ યુવક –યુવતી સામાજીક અને શેંક્ષણિક રીતે ઘણા સધ્ધર છે. તે પણ સાદગી નો ભાવ રાખી તેમના પાટીદાર સમાજના યુવક –યુવતી એક સાથે એક જ સમુહ માં અને પટેલ પાટીદાર પરીવાર અને ઉમિયા પરીવાર દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ૨-૫-૨૦૧૩ અખાત્રીજના દિવસે રાજપર ગામે આયોજન કરવામાં આવ્યું છે. પટેલ પાટીદાર પરીવાર અને ઉમિયા પરીવાર ના ૧૦૦૦ યુવાનો થી વધુ સમુહ લગ્ન માં પોતાની સેવા આપશે .
પટેલ પાટીદાર પરીવાર અને ઉમિયા પરીવાર દ્વારા ૨૦૦૨ થી શરૂઆત કરી દર વર્ષે અતિ સુંદર અને ભવ્ય યોજન કરતા આવ્યા છે આ સમુહ લગ્ન ૨૦૧૪ માં ૧૩ માં સમુહ લગ્ન અને આ સમુહ લગ્ન રાજપર ગામના સરપંચશ્રી ,પ્રમુખશ્રી ,તેમજ ટ્રસ્ટી ઓ અને ગામના યુવકો ૩૫ વિઘા માં આ સમુહ લગ્ન મહોત્સવ નું ભવ્ય આયોજન કરી રહયા છે આ સમુહ લગ્ન માં ૧૧૦ યુવક-યુવતી ઓં ને બગથળા ગામના નકલંક મંદિરના મહંત પુજય દામજી ભગત આશીર્વાદ પાઠવશે. આ સમુહ લગ્નમાં ઉમિયા પરીવાર લગ્ન સમિતિના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અને ખજાનચી તેમજ ગામ ના દાતાઓશ્રી નો ખુબજ સાથ સહકાર રહયો છે…