Category Archives: Morbi News

મોરબી બાર એશા. ના રણ સંગ્રામમાં જીતુભા જાડેજાની પ્રમુખ પદે વિજય જય પરીખ ને સહુથી જંગી મતો : ઉપપ્રમુખ પદે કમળાબેન મુછડીયા

Untitled

(ચંદ્રેશ બી.પટેલ) દ્વારા
મોરબી : મોરબી જીલ્લાની રચના થયા બાદ આજે મોરબી બાર એશો.ની પ્રથમ ચુંટણી પ્રક્રિયા યોજાય હતી. ત્યારે મોરબી કોર્ટ પરિસર માં આજ સવારથી જ કાળા કોટ પહેરીને વકીલો ઉમટી પડ્યા હતા.તેમજ આજના માંદ્તાને લઈને પ્રમુખ પદના બન્નને દાવેદારોના જુથમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

આજે વહેલી સવારે યોજાયેલી મોરબી બાર.એશો.ની ચૂટણીમાં પ્રમુખ સેક્રટરી ,જોઈન્ટ સેક્રટરી ટીમાજ કારોબારી સભીયોના ઉમેદવારો માટે મતદાન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે સી.ડી. પડસુંબીયા જે.આર.જાડેજા.અને પી.ડી.માનસેતા એ પોતાની દાવેદારી નોંધાવી હતી તેમાં પોતાના હરીફ ઉમેદવાર ને જાગી બહુમતીથી હરાવીને ૧૨૨ મતો સાથે જીતુભા જાડેજા વિજય જાહેર થયા હતા.જયારે માનસેતા ૧૦ અને સી.ડી.પડસુંબીયાને ૯૦ મતો મળ્યા હતા તો ઉપપ્રમુખ જાહેર થયેલ કમળાબેન મુછડીયાને ૧૧૫ મતો મળ્યા હતા ત્યારે મનીષ પારેખ ને માત્ર ૯૦ મતો મળતા. તેઓ હાર્યા હતા. વધુમાં કારોબારી સભ્ય તરીકે જય પરીખ ને સૌથી વધુ ૧૨૭ મતો મળ્યા સેક્રટરી તરીકે એન.એન.ગોસ્વામી ને ૯૯ મતો મળ્યા હતા તો જોઈન્ટ સેક્રટરી જાહેર થયેલા પ્રવીણ હડીયલને ૧૦૪ મતો મળ્યા હતા વધુમાં અન્ય કારોબારી સભ્ય વિજયશેરસીયા ને ૧૨૩ તેમજ નરેન્દ્રસિંહ ૧૦૦ મતો મળ્યા તેવો વિજયી જાહેર થયા હતા.આમ તો સામાન્ય રીતે કાળા કોટ ધરી વકીલો અસીલો માટે દરરોજ એક બીજા સામે ન્યાયાલયમાં દલીલો મારફતે આમને સામને લડતા હોઈ છે. પરંતુ આજે ચુંટણી જંગમાં વકીલો આમને સામને હતા ત્યારે કોર્ટ પરિસરમાં ઉત્સાહ જનક વાતાવરણ હતું.

“ મોરબીમાં ફરસાણ – ચાનાં ભાવે માજા મૂકી છે.

(ચંદ્રેશ બી.પટેલ દ્વારા) મોરબી
“ મોરબીમાં ફરસાણ –ચાનાં ભાવે માજા મૂકી છે. એક સો એંસી રૂપિયે ગાંઠિયા –માવાની અઈટેમમાં ભેળસેળ સ્વાસ્થય ને નુકસાન કરતા કલરો વાળી મીઠાઈ વરસે ત્રણ હાજર તેલનાં ડબાની ખરીદી છતાં ઇન્કમટેકસ ભરવા નહીં…. બેફામ લુંટ સામે ઇન્કમટેકસ મોંન મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ નાં પ્રમુખ ફરસાણ વાળા ની મીટીંગ ભરી સપષ્ટતા કરવા માંગે છે.’’
મોરબી માં પોપાબાઈ નં રાજ છે, તેલનાં રૂપિયા તેરસો અને ગાંઠિયાનાં ભાવ એક સો એંસી ,ખમણનાં ભાવ દોઢસો અને ચાના રૂપિયા પંદર ઉઘાડી લુંટ સરકારી બાબુઓ મોંન છે. દરેક માનશો, શ્રમજીવીથી માંડી ધનિક લોકો ચા સાથે નાસ્તો કરતા હોય છે. ગરીબ મજુરો સો ગ્રામ ગાંઠિયા ખાઈને પોતાની જઠરાગ્નિ શાંત કરીને મજુરીયે જાય છે. પરંતુ મોરબી માં પોપબીનું રાજ છે. કોઈને ગરીબ –શ્રમજીવીની પડી નથી, મોંઘાદાટ ફરસાણની દુકાનો છે કે જે વર્ષમાં ત્રણ થી ચાર હજાર તેલનાં ડબાની ખરીદી કરે છે. ઇન્કમટેકસવાળાએ ક્યારેય તપાસ નથી કરી કે કેટલો માલ બને અને કેટલી આવક થાય છે. કોઈ પાસે ચોપડા નથી બારોબાર ડબા આવે ને વગર બીલે ધંધો થાય દિવસે –દિવસે ભાવ વધારતાં જાય છે.માવાની તમામ વસ્તુમાં કલરનું દ્રાવણ નાંખવામાં આવે છે જે બાળકોની તંદુરસ્તી ને નુકશાનકારક છે.ઘણાં દિવસ પહેલાનો માવો વાપરીને તંદુરસ્તી સાથે ચેડા કરવામાં આવે છે. ખાધ –પદાર્થમાં ભેળસેળ ચાલે છે. દિવસ પહેલાનો પડતર માખણનો લચકો શીખંડમાં ઉપયોગ થાઈ છે,કેરીના રસમાં પોપેયાં અગર તો અન્ય ફળનો રસ ભેળવવામાં આવે છે.મોરબી વાસીઓ સાચું સુ ખાય છે તે ખબર નથી.મોરબી ફરસાણ એસોસીએશન સાથે ગ્રાહક સુરક્ષા મંડળ મીટીંગ કરીને સ્પષ્ટતા કરવા માંગે છે કે હવે હદ થઈ ગયે છે.ફરસાણનાં ભાવ કાબુમાં લેવામી આવશે કે નહિ કારણકે જે ભાવ પ્રમાણે સરકારને ટેક્સ પણ જતો નથી. ભાવ બાંધણા અંગે ઉચ્ચકશ્નાએ રજૂઆત કરતા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ લાલજીભાઈ મહેતા.
લાલજીભાઈ મહેતા
પ્રમુખ
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ

ચુંટણી ચક્કર

(ચંદ્રેશ. બી .પટેલ દ્વારા મોરબી ,)

ચુંટણી ચક્કર
લોકસભા ચુંટણી ના ઢોલ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રસ સહીત આમ-આદમી પાર્ટી પણ સતા પ્રાપ્ત કરવા માટે મુરતિયાઓં ને નકી કરી દીધા બાદ પ્રચાર નો ધમધામાટ ચાલી રહયો છે હાલ ન્યુઝ પેપર અને ટીવી ચેનલો માં દરેક રાજકીય નેતાઓંના દર્શન વારંવાર થઈ રહ્યા છે પણ ચુંટણી બાદ અમુક તકવાદી નેતાઓ શોધીયાપણ નહિ મળે તેતો મતદારો મનોમન મહેસુસ કરી શકે છે જાહેરાતો ચુંટણી પરિણામો બાદ જ થાશે હાલતો પક્ષ પલ્ટાની સીઝન પણ ચાલી રહી છે ત્યરે ભાજપ માં , કોંગ્રસ ના ધણા રાજકીય નામી અનામી પક્ષ પલ્ટો કરી લેતા સામાન્ય પ્રજા માં હાલ એક એવો પ્રશ્ન જન્મેલ છે કે જે વ્યક્તિ પક્ષને વફાદાર ના હોય તે ભલા પ્રજાને વફાદાર કેમ …? લોકસભામાં જે જીતે તે સિકંદર પણ પ્રજાના તો કેવા મુકંદર મોઘવારી માં ફસાવું જીવન જરૂરિયાત કામકાજો માટે સરકારી કચેરીઓં માં કલાકો ધરમ.ધક્કા ખાવા જેવી સમસ્યાઓં તો જાણે વહી રફતાર ની જેમ જ કાઈમી રહેલ છે.તેવી તમામ સમ્સ્યાઓં નો અંત ક્યારે તેવો પ્રશ્નદરેક બુદ્ધિજીવી વર્ગ માં ચર્ચાય છે .તેનુ શું …?
આપનો અમૂલ્ય મત કોને …?

મોરબી ના શ્રી રામધન આશ્રમ ખાતે શ્રી મોરબી વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ દ્વારા ખાધ સામગ્રી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો…

final_

ચંદ્રેશ બી. પટેલ દ્વારા… મોરબી.
મોરબી માં સતત વિકલાંગ માટે ચિંતક કરી રહેલ સંસ્થા એટલે જેવું નામ તેવું સંસ્થાનું કામ. મોરબી શહેર જીલ્લામાં છેલ્લા ૧૪ વર્ષથી નાની-મોટી સેવા કાર્ય કરતી સંસ્થા શ્રી મોરબી વિકલાંગ પેરણા ટ્રસ્ટ દ્વારા તાજેતર માં મોરબી ખાતે આવેલ શ્રી રામધન આશ્રમ માં ગત ૧૨-૪-૨૦૧૪ ના રોજ વહેલી સવારે ૯ કલાકે વિકલાંગ ને જરૂરતમદો ને ખાધસામગ્રી ની કીટ વિતરણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં હાજર રહેલા લાભાર્થીઓ ને કીટ ની સાથે દાતા એ રૂ.૧૦૦ રોકડ આપી માનવતા ની મહેક સારું કરી છે. ત્યારે મોરબી ની આ સંસ્થા દ્વારા ઘણા સમય થી સેવાના સેવાના કાર્યક્રમો કરાઈ છે. તેમાં વધુ માં વધુ યોગદાન દાતાઓ નો રહયો છે. તેવી જ રીતે આગામી દિવસ માં આ શ્રી મોરબી વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટે ને કાઈમી દાતાઓ નો હૂફ આ રીતે રહેતો ઘણા લાભાર્થીઓ આ લાભ મેળવી શકે. તો આ સંસ્થાના કાર્યાલય પર રૂબરૂ અથવા ફોન નું. ૦૨૮૨૨-૨૨૨૧૭૪ પર સંપર્ક કરી સંસ્થાની સેવા ક્રિયા પ્રવુતિઓ ને સફળ કરવા અનુરોધ છે. જેથી દરેક વિકલાંગ ભાઈ- બહેન ને સમય સર્કીટ વિતરણ દર માંસે નિયમિત કરી શકાય તેવું અંતે સંસ્થા ના પ્રમુખ એચ.પી.પારેખ જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ કરનારા દાતાઓ મહાનુભાવોનો આભાર વ્યકત કરેલ અને સંતો મહંતો ના આશીર્વાદ થી આમ દરેક જરૂરત મંદની સેવા પૂરી પાડતી સંસ્થા પ્રગતિ કરી તેવી હર્દયની શુભેચ્છા

સંતશ્રી ઓં ભાવેશ્વરી બેન
તથા પર્ભુદાસજી
ટંકારા

દાતાઓ; બાબુલાલ પટેલ (ઓમ શાંતિ વિદ્યાલય )મોરબી દેવકરણ ભાઈ અદ્રોજા
દાતાઓ :રમણીકલાલ જનતા કિરાના (અશ્વિનભાઈ કાનાણી)(મનીષભાઈ પાટડીયા )
સેવક: બિપીનભાઈરાવલ હરેશ ભાઈ કલસરિયા અજય ભાઈ પારેખ અશોક ભાઈ અશોક ભાઈ ચાવડા

મોરબી જીલ્લાના બી ,ડીવીજન પોલીસ મથક નું ત્રી માસિક ક્રાઈમ

(ચંદ્રેશ.બી.પટેલ દ્વારા) મોરબી: મોરબી જીલ્લામાં આવેલા બી ડીવીજન પોલીસ મથક ત્રણ માસમાં ગુન્હા કરનારાઓ સામે બી ડીવીજન પોલીસ ઇન્સ્પેકટર અને તેની ટીમ ધ્રોસ બોલાવી કાયદા તોડ વાહન ચાલકો અને કાયદાનું કડક પાલન કરાવી ખરા પ્રજા રક્ષક તરીકે ની ઓળખ પૂરી પાડી છે. ક્રાઈમ રાઈટર અશોકભાઈ એ આપેલ ક્રાઈમડાયરીનો આકડા વાયઝ માહિતી માં ૧-૧-૨૦૧૪ થી ૩૧-૩-૨૦૧૪ નું ત્રિમાસિક ક્રાઈમમાં દારૂના ગુન્હા ૨૧૨ અને જુગારના ગુન્હા ૮ રખડતા ભટકતા શંકા સીલ રાત્રે વેળા રખડી રહેલા ના ગુન્હા જ અસામાજિક શખ્સો ને ઝડપી પાડેલતેવા ગુન્હા ૬૩ અને ચુંટણીલક્ષી અટકાયતી પગલા લેવામાં ૪૪૨ ગુન્હા ૦૭ ખૂનના ગુનાહા ૧ ચોરીના ગુન્હા ૪ ઘરફોડ ચોરીના ૨ ગેરકાયદેસર હથીયાર સાથે ઝડપી પાડેલ નો ગુનાહા ૧ એક વાહન ચાલક ને હાફિક. અનુરૂપ ગુન્હા ૬૯૫ તેમજ વાહન ડીટેઇન ૯૬ નસો કરી વાહન ચલાવનાર ના ગુનાહા ૮ તેમજ દંડ રૂ. ૯૧,૭૭૫ અને ડીટેઇન ૮૧,૭૧૦ મળી કુલ રૂ.૧,૭૩૪૮૫ નોધી સરકાર શ્રી નો તેજોરી નો નફો કરી કાયદાતોડ વાહનચાલક સામે ધ્રોસ બોલાવી છે.આ પસંસન કામગીરી માં પોલીસ ઇન્સ્પેકટર એલ .એલ .ભટ્ટ. તેમજ તેની ટીમ ટ્રાફિક ના જામદાર અનીલ પટેલ ,અને રાજૂભાઈ પઢીયારસહીત સમગ્ર બી ડીવીજન પોલીસટીમ પ્રજાલક્ષી કાર્યકારી ખરા પરજા રક્ષકની ઓળખ પૂરી પાડી…

ડો. બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ મહોત્સવ સમિતિ – મોરબી

મોરબી જીલ્લા આજ રોજ તા ૧૪-૪-૨૦૧૪ ના રોજ સામગ્ર દલિત સમાજ મોરબી જીલ્લા દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર ની ૧૨૩ મી જન્મ જયંતિ મહોત્સવ પુરા હર્ષો ઉલ્લાસથી દર વર્ષ ની જેંમ આ વર્ષે પણ રાબેતા મુજબ ઉજવવામાં આવે છે મોરબી જીલ્લાના માળિયા (મી.),ટંકારા ,વાંકાનેર ,આમરણ.હળવદ વિગરે તાલુકા ના તમામ ગામડાઓના લોકોને આ ઉત્સવ માં બહોળી સંખ્યામાં હાજરી આપશો. આ કાર્યક્રમ સવારે ૦૮.૩૦ કલાકે રેલ્વે સ્ટેશન વણકર સમાજ ની ઓફીસ કાર્યાલય થી મહા રેલી ના સ્વરૂપે બાઈક,ફોરવ્હીલ,ટ્રેકટર અને પુરા અદબ સાથે પોસ્ટ ઓફીસ,નહેરુ ગેઇટ ,શાકમાર્કેટ થઈ ગાંધી ચોક માં ડો .બાબા સાહેબ ની પ્રતિમાં ને હારતોરા કરી કોટી કોટી વંદન અર્પણ કરશે.આ કાર્યક્રમ ને સફડ બનાવવા માટે સમગ્ર દલીત સમાજનું સર્વે જ્ઞાતિ ના ભાઈઓ – બહેનો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા…

મોરબી પોલીસનો ‘અસુરક્ષા સેતુ’ ફોન જ નથી…

બી ડિવિઝનમાં આવતા વિસ્તારના લોકોને ક્રાઈમને જાણકારી કયાં આપવી ? મુઝવતો પ્રશ્ન

મોરબી : મોરબી જિલ્લાની અમલવારી સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારીને અગાઉના મોરબી સીટી પોલીસ મથકમાંથી એ અને બી ડિવિઝન અલગ પાડવાની ફરજ પડી છે. પરંતુ બી ડિવિઝન અલગ થયાને ધણો સમય વીતી જવા છતા હજુ સુધી ટેલિફોનની સુવિધા મળી નથી. આજના ઝડપી સંદેશા વ્યવહારના યુગમાં આ પ્રકારની અસુવિધા કોઈ પણ કાળે પર વડે તેમ નથી. બી ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોના લોકોને ક્રાઈમ અંગેની જાણકારી કયાં આપવી તે પ્રશ્ન
મુજવી રહયો છે.

મોરબી સીટી પોલીસ મથક અંદર જ બંને પોલીસ ડિવિઝનના અલગ ભાગ પાડવામાં આવ્યાને ખાસ્સો સમય વીતી ગયો છે. મોરબી – ૧ માટે એ ડિવિઝન અને મોરબી – ર સામાકાંઠાનો કાર્યભાર બી ડિવિઝનને સોપવામાં આવ્યો છે.
અગાઉ જ સીટી પોલીસ મથકને એ ડિવિઝન જાહેર કરતા તેના ટેલીફોન હોવાથી કોઈ સમસ્યા નડી નથી. જયારે બી ડિવિઝન કાર્યરત કરાયાને ઘણો જ સમય વીતી જવા છતા આજદિન સુધી ટેલીફોન સુવિધા પ્રાપ્ત થઈ નથી. સૌથી ખેદજનક બાબતે એ છે કે પોલીસ આ દિશામાં જરાય ગંભીર નથી તેવુ ચિત્ર ઉપસ્યુ છે. હંમેશની માફક આ બાબતે પણ હોતા હૈ અને ચલતા હૈ ની જેમ કાર્યવાહી કરાઈ છે. પલીસ સ્ટાફના જણાવ્યા મુજબ બી ડિવિઝન કાર્યરત થયાના દિવસથી બી. એસ.એન.એલ. વિભાગને અરજી કરી દેવામાં આવી છે. અને બી.એસ.એન. એલ પર ફોન સુવિધા ન મળવા બાબતે દોષનો ટોપલા ઢોળાયા છે. હજુ પણ ટેલીફોન સુવિધા બાબતે અનિશ્વિતા પ્રર્વતી રહી છે, કયારે મળે તે નકકી નથી. બી ડિવિઝન હેઠળના વિસ્તારના લોકોને ક્રાઈમ બાબતે સંર્પકનો સેતુ જ ન હોવાથી લોકો વિમાસણમાં મુકાઈ ગયા છે. મોટા ભાગના લોકોને અગાઉના પોલીસ મથકના નંબર ખ્યાલ હોવાથી ક્રાઈમ બાબતે તેમનો સંપર્ક કરે તે બે ડિવિઝન સહજ રીતે તે વિસ્તાર તેમનો ન હોવાથી બી ડિવિઝન પર જવાબદારી ઢોળે છે પણ નંબર ન હોવાથી લોકો માટે જાય તો જાયે કહા જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારી બહોળા લોક સમૂદાયના હિતમાં આ બાબતે યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

Source By : Sandesh

મોરબીમાં કાલથી વેરા વસૂલાત ઝૂંબેશ…

વેરા ભરપાઈ ન કરનારના નળ કનેકશન કટ અને મિલ્કત જપ્તીનો તંત્રનો લડાયક મિજાજ

મોરબી : મોરબીમા નગરપાલિકા તંત્ર દ્રારા બુધવારથી પાણી – મિલ્કત વેરા વસૂલાત ઝુબેશ હાથ ધરવાની ઘોષણા કરાઈ છે. લાંબા સમયથી પાણી – મિલકત વેરા ભરપાઈ કરવામા ઠાગાઠૈયા કરનાર બાકીદારો સામે નળ કનેકશન કટ તથા મિલ્કત જપ્ત કરવાનો તંત્રએ લડાયક મિજાજ અપનાવવાની વ્યુહરચના ઘડી છે. જોકે તંત્રએ અગાઉ અનેક વખત આવા સખત પગલા ભરવાની જોરશોરથી કરેલી ઘોષણાનો અમલ થવાને બદલે અકળ કારણોસર મુરજાઈ ગઈ છે.

મોરબી નગરપાલિકા તંત્ર પાણી અને મિલ્કત વેરા વસૂલાત બાબતે ગંભીર બન્યુ હોવાનો ચિફઓફિસર ગિરિશભાઈ સરૈયાએ નિર્દેશ આપ્યો છે. ચિફઓફિસરના જણાવ્યા મૂજબ શહેરી વિસ્તારમાં સતાવાર રીતે જેટલા નળ કનેકશનો છે તેમાથી પ૦ ટકા નળ કનેકશન ધરાવતા લોકો નિયત સમયે પાણી વેરો ભરપાઈ કરતા નથી. જેનાથી અમુક લોકો વર્ષોથી પાણીવેરો ભરવા બાબતે ઉદાસીનતા સેવે છે. નગરપાલિકા તંત્ર દ્રારા વર્ષાતે પાણી વેરા અંગેની દરેક નળ કનેકશન ધારકને નોટિસો પાઠવાઈ છે. પરંતુ ઘણા લોકો નોટિસોને ઘોળીને પી જાય છે. પાણી વેરો ભરવામાં રીતસરના દાંડાઈ કરે છે. જાતે જ પાણી વેરો ભરવામાં ઘણા ઓછા લોકો જ્રાગૃત હોવા બાબતે તેમણે દુઃખની લાગણી વ્યકત કરી છે. લાબા સમયથી પાણી વેરા બાબતે ઠાગાઠૈયા કરનાર સામે પાલિકા દ્રારા સખ્તાઈના પગલા ભરાઈ છે. પણ તેના કચાશ રહી જવાથી તેનો યોગ્ય અમલ થતો નથી પરંતુ હવે તંત્રએ બાકીદારો સામે કડક કાર્યવાહી કરવાની ગાંઠ વાળી લીધી છે. રૃા.પ હજારથી વધુ પાણીનો વેરો બાકી હોય તેના નળ કનેકશન કટ કરવાની ચેતવણી આપી છે. ઉપરાંત મિલ્કત વેરા બાબતે પણ સખત કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે.

રેસીડેન્સ, કોમર્શીયલ અને ઈન્ડસ્ટ્રીયલ સહિત આશરે ૭૦ હજાર મિલ્કતો છે. આ મિલ્કતોના ઠાગાઠૈયા કરે છે અને દસ હજારથો વધુ મિલ્કત વેરા બાકી હોય તેની મિલ્કત જપ્ત કરવાનુ જણાવ્યુ છે.

ચિફઓફિસરે હવે નોટિસો પાઠવાથી કામ નહી ચાલે સીધી કાયદાકીય રાહે દડંનીય કાર્યવાહી કરવાનું અને બૃધવારથી વેરા વસૂલાત ઝુબેશ હાથ ધરવાનુ જણાવ્યુ છે.

ભુતિયા નળ ધારકો પાસેથી ત્રણ ગણો ચાર્જ વસૂલાશે

શહેરમા ઘણા ભૂતિયા નળ કનેકશનો છે. વર્ષોથી ભુતિયા નળ કનેકશનો બાબતે સખતાઈથી પગલા ભરવાની માત્ર વાતોના વડા થાય છે. ત્યારે ફરીથી તંત્રએ ભુતિયા નળ કનેકશનો પાસેયી ત્રણ ગણો ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. તેનો અમલ થશે કે નહી તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Source BY : Sandesh

મોરબીના વૃધ્ધની નિર્મમ હત્યા જમીનનો ઝઘડો જીવલેણ બન્યો

મૃતકના પુત્રે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના બાયપાસ નજીક વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે તીક્ષ્ણ હથિયારોથી કરપીણ હત્યા કરાયેલી સતવારા પ્રૌઢની લાશ મળી આવી હતી. મૃતકના પુત્રે જમીનના ડખ્ખામાં અજાણ્યા શખ્સોએ તેના પિતાની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યારાના સગડ મેળવવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

શહેરના પંચાસર રોડ મેઈન કેનાલની બાજુમાં આવેલી કોચરની વાડીમાં આજે સવારે અજાણ્યા પુૃરૃષની લાશ પડી હોવાની જાણ થતા શહેર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. લાશ પર ઈજાના ચિન્હો દેખાતા બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયું હતું.

ઘટના સ્થળે મૃતકના પરિવારજનો હાજર હોવાથી મૃતક અવચરભાઈ અમરશીભાઈ ચાવડા(ઉ.પ૦) હોવાની ઓળખ મળી હતી. આથી પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલે ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન મૃતકના પુત્ર અશોકભાઈ અવચરભાઈ ચાવડાએ અજાણ્યા શખ્સો સામે તેના પિતાની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના પિતા અવચરભાઈએ ચાર વર્ષ પહેલા ભરવાડ શખ્સને તેમની માલિકીની જમીન વેચી નાખી હતી. મૃતકના પુત્રે ભરવાડ શખ્સનું નામ આવડતું ન હોવાનું અને જમીનના તેણે રૃપિયા આપ્યા છે કે નથી આપ્યા તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું. આ જમીનના પુરતા રૃપિયા ન મળતા તે અંગે ડખ્ખો ચાલતો હોય તેમજ જમીન વેચાણમાં દસ્તાવેજમાં મૃતકના બહેનની બળજબરીથી સહી લેવાઈ હોવાનું ઉમેર્યું હતું.

છેલ્લા પાંચ વર્ષથી કોઈ કામ ધંધો કરતા ન હોવાનું અને દરરોજ સાઈકલ લઈને ઘરેથી નીકળી રાત્રે પરત આવતા હોય પરંતુ ગઈ કાલે આવ્યા ન હતા અને સવારે તેમની અહી લાશ પડી હોવાની જાણ થઈ હતી. અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોથી હત્યા કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રથમ શંકાના દાયરામાં રહેલા ભરવાડ શખ્સની શોધખોળ શરૃ કરી છે.

Source By : Sandesh

શહેરમાં ર.૧૮ કરોડના વિકાસ કામોને મંજૂરી…

વિવિધ સ્થળે ર્પાિંકગ તથા પેવર બ્લોકથી ફુટપાથ બનાવાશે
મોરબી : મોરબી શહેર માળખાકિય સવલતોના અભાવે તંત્ર દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણીમ શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં આશરે રૃ.ર.૧૮ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો કરવાનો સત્તાવાર રીતે નિર્ણય લેવાં આવ્યો છે.
મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણીમ શહેરી વિકાસ યોજના અંર્તગત શહેરના ત્રિકોણબાગ પાસે રૃ.૮ લાખના ખર્ચે અને પાછળ રૃ.રર લાખના ખર્ચે પાકીંગ વ્યવસ્થા, શનાળા રોડ પર સીવીલ હોસ્પિટલથી સબ વે પર રૃ.૪૩ લાખના ખર્ચે પેવર બ્લોક, મણીમંદીરથી શકિત ચોક સુધી રૃ. ૮ લાખના ખર્ચે પેવર બ્લોકથી ફુટપાથના વિકાસને લગતા કામોને મંજુરી આપવામાં આવી છે અને અમુક કામો શરૃ કરવાની જાહેરાત કરાઈ છે. અત્રે ઉલ્લ્ખનીય છે કે અગાઉ તંત્ર દ્વારા અનેક વખત અનેક વિકાસકામો કરવાની જાહેરાત કરાઈ છે. પરંતુ એક યા બીજા કારણોસર વિકાસકામો હજુ સુધી સાકાર થયા નથી. જે પ્રમાણે વિકાસકામની સત્તાવાર રીતે જાહેરાત થાય છે અને તે કામો થયા હોત તો આજે મોરબી શહેર મહાનગર કરતાંય આગળ વધી ગયું હતું પણ કમનસીબે હજુ સુધી ઘણા વિકાસકામો અધ્ધરતાલ છે.

Source By : Sandesh