Category Archives: Government / Politics

ચુંટણી ચક્કર

ચંદ્રેશ બી. પટેલ દ્વારા…
અગામી લોકસભા ચુંટણી ના ઢોલ વાગી રહાં છે ત્યારે ભાજપ પક્ષ ના વડાપ્રધાન પદના દાવેદાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વડાપ્રધાન પદના દાવેદાર એટલે માસ્ટર માઈન્ડથી ઓળખાતા મોદી માટે દિલ્હી દુર છે…. તેવું વિરોધી પક્ષ ના નેતાઓ માટે મુદો બનીયો છે પણ મતદાન પ્રજા કોને સતા આપશે એ તો ચુંટણીનું પરિણામ આવ્યા પછી ખબર પડશે પણ હાલમાં ચુંટણીપ્રચાર પસારમાં અચારસંહિતા ભંગનો ગુન્હો કરનારાઓની સંખ્યા આ લોકસભા ચુંટણી દરમિયાન નોંધનિય રહી છે.ત્યારે માસ્ટર માઈન્ડ એવા નરેન્દ્રભાઈ મોદીના વિચાર ધરી પરના પુસ્તકો અડધો ડઝન જેટલા પ્રસિદ્ધ થઈ ગયા છે.ત્યારે ગુજરાતના વિકાસ અને ગરીબ ના બેલી ગરીબ કલ્યાણ મેળા ઉત્સવ કરનારા આ માસ્ટર માઈન્ડ તરીકે જાણીતા એવા નરેન્દ્રભાઈ મોદીથી માત્ર ગુજરાત નહીં દેશભરની પ્રજા હવે અજાણ નથી ત્યારે આગમી લોકસભામાં જે તે પક્ષ સતા પ્રાપ્ત કરે પણ બિચારી પ્રજા નું શું?

મોરબી માં કોંગ્રેસ પક્ષ માં મંત્રી તરીકે યુવા જુમા ભાઈ ની નિમણુક…

DSC00810

(ચંદ્રેશ. બી .પટેલ દ્વારા મોરબી ,)
મોરબી નજીકના આવેલા વનાળીયા ગામના વાતની અને મોરબી શહેર જીલ્લા ના જાણીતા યુવા જુમાભાઈ સુમરા ની તાજેતરમાં કોંગ્રસ માં મંત્રી તરીકે નિમણુક થતા મિત્ર સર્કલ માં ઠેર- ઠેર શુભેચ્છામળી રહી છે ત્યારે આ યુવા જુમાભાઈ સુમરા દરેક સમાજ સાથે એક સારા સેવક તરીકે જાણીતા છે વર્ષો થી તેવો કોંગ્રસ માં સક્રિય કાર્યકર તરીકે સેવાઓ કરી રહ્યા છે અને તે સેવા ને ધ્યાને રાખી કોંગ્રસ ના ઉચ્ચ વડાઓ ના આદેશ થી સક્રિય કાર્યકરો ને હોદેદાર નિમણુક કરવા આદેશ મળતાની સાથે જ મોરબી જીલ્લાના કોંગ્રસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા એ દરેક કાર્યકરોને અને પક્ષના જવાબદારો ની નિમણુક કરી છે જેમાં કોંગ્રેસ સમિતી ના મોરબી જીલ્લા વિસ્તારમાં સંગઠન મંત્રીતરીકે યુવા જુમાભાઈ સુમરા ને નિમણુક કરેલ છે મોરબી શહેર જીલ્લાનું કોંગ્રસ માંળખુ મજબુત રાખવવા અને પક્ષને સતત વફાદાર વ્યક્તિ એવા યુવા જુમાભાઈ કોઈપણ સમાજ ના ભેદભાવો વગર દરેક વ્યક્તિનો ન્યાયક પર્શ્નો ને ધ્યાને રાખીને પ્રજાના ખરા નેતા તરીકે ઓળખ પૂરી પડશે ટીમ જુમાભાઈ અમારી બ્યુરો ઓફીસની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું .

ચુંટણી ચક્કર

(ચંદ્રેશ. બી .પટેલ દ્વારા મોરબી ,)

ચુંટણી ચક્કર
લોકસભા ચુંટણી ના ઢોલ વાગી રહ્યા છે ત્યારે ભાજપ અને કોંગ્રસ સહીત આમ-આદમી પાર્ટી પણ સતા પ્રાપ્ત કરવા માટે મુરતિયાઓં ને નકી કરી દીધા બાદ પ્રચાર નો ધમધામાટ ચાલી રહયો છે હાલ ન્યુઝ પેપર અને ટીવી ચેનલો માં દરેક રાજકીય નેતાઓંના દર્શન વારંવાર થઈ રહ્યા છે પણ ચુંટણી બાદ અમુક તકવાદી નેતાઓ શોધીયાપણ નહિ મળે તેતો મતદારો મનોમન મહેસુસ કરી શકે છે જાહેરાતો ચુંટણી પરિણામો બાદ જ થાશે હાલતો પક્ષ પલ્ટાની સીઝન પણ ચાલી રહી છે ત્યરે ભાજપ માં , કોંગ્રસ ના ધણા રાજકીય નામી અનામી પક્ષ પલ્ટો કરી લેતા સામાન્ય પ્રજા માં હાલ એક એવો પ્રશ્ન જન્મેલ છે કે જે વ્યક્તિ પક્ષને વફાદાર ના હોય તે ભલા પ્રજાને વફાદાર કેમ …? લોકસભામાં જે જીતે તે સિકંદર પણ પ્રજાના તો કેવા મુકંદર મોઘવારી માં ફસાવું જીવન જરૂરિયાત કામકાજો માટે સરકારી કચેરીઓં માં કલાકો ધરમ.ધક્કા ખાવા જેવી સમસ્યાઓં તો જાણે વહી રફતાર ની જેમ જ કાઈમી રહેલ છે.તેવી તમામ સમ્સ્યાઓં નો અંત ક્યારે તેવો પ્રશ્નદરેક બુદ્ધિજીવી વર્ગ માં ચર્ચાય છે .તેનુ શું …?
આપનો અમૂલ્ય મત કોને …?

મોરબી-માળીયામાં આજે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળા માટે એસ.ટી.એ. ૫૦ બસો ફાળવી

રાજકોટ તા.૧૩: રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ ગરીબ કલ્‍યાણ મેળા યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજ રોજ મોરબી જીલ્લાના માળીયા, ટંકારા,મોરબી તથા સુરેન્‍દ્રનગર જીલ્લામાં આવેલ વઢવાણ ખાતે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં લાભાર્થીને લઇ જવા માટે એસ.ટી.તત્ર દ્વારા ૫૦ થી વધુ બસો ફાળવવામાં આવતા ૫૦ થી વધુ ટ્રીપો રદ થતા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતાં.

   રાજય સરકાર દ્વારા તાલુકા કક્ષાએ ગરીબ કલ્‍યાણ મેળા યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજ રોજ મોરબી જીલ્લામાં આવેલ મોરબી,ટંકારા,માળીયા ખાતે યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળમાં લાભાર્થીને લઇ જવા માટે એસ.ટી.તંત્ર દ્વારા ૫૦ બસોની ફાળવણી કરવામાં આવી છે.

   આ ઉપરાંત સુરેન્‍દ્રનગર જીલ્લામાં આવેલ વઢવાણ તાલુકામાં આજે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં લાભાર્થીને લઇ જવા માટે એસ.ટી.તંત્ર દ્વારા ૩૦ બસોની ફાળવણી કરવામાં આવી છે.

   આમ આજ રોજ મોરબી તથા વઢવાણ ખાતે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળા માટે એસ.ટી.તંત્ર દ્વારા ૮૦ બસોની ફાળવણી કરવામાં આવતા ૫૦ થી વધુ ટ્રીપ કેન્‍સલ થતા અપડાઉન કરતા કર્મચારી તથા મુસાફરો હેરન પરેશાન થઇ ગયા હતાં

Source By: Akila

મોરબીમાં સરકારની આઇ.એચ. એસ.ડી.પી યોજના અંતર્ગત પ૦૦ મકાનોનું સાંજે ખાતમુહુર્ત

મોરબી તા.૭ : નગરપાલિકા દ્વારા શહેરના શહેરી ગરીબો માટે સરકારશ્રીની આઇ.એચ.એસ.ડી.પી. યોજના અંતર્ગત મોરબી શહેરના લીલાપર રોડ ઉપર સર્વે નં. જમીન ઉપર અંદાજીત રકમ ૧૦.૭૮ કરોડના ખર્ચે ૪૦૦ મકાનો સાથે રોડ, રસ્‍તા, ગટર, ગાર્ડન અને આંગણવાડી કેન્‍દ્ર સહિતની સુવિધાવાળી યોજનાનું ખાતમુહુર્ત ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતિયાના હસ્‍તે થશે.

   અતિથિ વિશેષપદે શહેર ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, શહેર ભાજપ મહામંત્રી જયોતિસિંહ જાડેજા તથા શહેર ભાજપ મહામંત્રી ચંદુભાઇ હુંબલ હાજર રહેશે. આ ખાતમુહુર્ત તા.૭મીએ સાંજે શનિવારને સાંજે  ૪ વાગ્‍યે લીલાપર સર્વે નંબરની જગ્‍યાએ થશે.

   ખાતમુહુર્ત કાર્યક્રમ નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઇ સરૈયા, નગરપાલિકા ઉપપ્રમુખ અખિલભાઇ પી. મહેતા, નગરપાલિકા પ્રમુખ લલીતભાઇ કામરીયા, ચેરમેન જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન અનોપસિંહ જાડેજા તથા દેવજીભાઇ પરમાર દ્વારા યોજવામાં આવેલ છે.

Source By: Akila

આજે શિક્ષક દિન; મફત શિક્ષણના નામે મુર્ખ બનાવતી સરકાર

url

ડ્રાઈવર વિનાની ગાડીની માફક આચાર્ય વિના ચાલતી ૧૧૧ ગ્રાન્ટેડ સ્કુલો

ધો.૬થી ૮માં ૪૭૮ અને ધો.૯થી ૧૨માં ૨૪૭ શિક્ષકોની જગ્યા ખાલી

સાક્ષરતા મિશન હેઠળની સ્કુલોમાં પણ લોલંલોલ

રાજકોટ, બુધવાર
૫મી સપ્ટેમ્બર શિક્ષક દિન, પરંતુ ગુજરાતમાં કમનશીબી એ છે કે શિક્ષણના વિકાસની મસમોટી વાતો કરતી સરકાર એ વાત ભુલી જાય છે કે, રાજયની ૧૨૦૦ જેટલી સરકારી માધ્યમિક સ્કુલો પૈકી ૮૦૦ સ્કુલોમાં વર્ષોથી આચાર્યની ખાલી જગ્યા ભરવામાં આવી નથી. ગ્રાન્ટેડ સ્કુલોમાં પણ શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. સાક્ષરતા મિશન હેઠળ જે નવી શાળાઓ શરૃ થઈ છે ત્યાં પણ આચાર્યવ નિા ગાડુ ગબડાવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ૩૪૫ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કુલો પૈકી ૧૧૧ માધ્યમિક શાળાની સ્થિતિ આચાર્યના અભાવે ડ્રાઈવર વગરની ગાડી જેવી છે જયાં આચાર્યની જગ્યાઓ નહી ભરાતાં ઈન્ચાર્જથી કામ ચાલે છે. ધો.૮નો પ્રાથમિક શાળામાં સમાવેશ કર્યા પછી શિક્ષકોની ભરતીમાં સરકારે સત્ર ચુકી ગઈ હોય તે રીતે આજે પણ રાજકોટ જિલ્લામાં ૪૭૫ સંખ્યા શિક્ષકોની ઓછી છે. જેને લીધે પ્રાથમિક શાળાના બાળકોનું શિક્ષણ કથળી રહ્યું છે.
આપણાં દેશમાં ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન તા.૫ સપ્ટે.ને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક શિક્ષકમાંથી આગળ વધીને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હતાં. તેમની ગરીમાને યાદ કરી શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ શિક્ષક દિનની ઉજવણીના નામે પોતાનો પ્રચારકરની રાજય સરકારને શિક્ષકોની ખાલી જગ્યાઓ નહી ભરવાને કારણે ્પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને કેટલું નુકશાન થાય છે તેનો કોઈ અંદાજ નથી. આ હકીકતના સમર્થનમાં રાજકોટ જિલ્લાની સ્થિતિનાં ચિતાર આપતા સરકારી શિક્ષકો કરે છે કે જિલ્લામાં ૧૬ સરકારી માધ્યમિક સ્કુલો છે પરંતુ ૧૬માંથી માત્ર ૪ સ્કુલોમાં જ આચાર્યની જગ્યા ખાલી છે. બાકી એક પણ માધ્યમિક સ્કુલમાં આચાર્યની ભરતી કરવાની સરકારને સુઝતુ નથી. નવી સ્કુલોને મંજુરી આપતી વખતે પણ સરકારને યાદ નથી હોતુ કે આ સ્કુલોમાં નવા શિક્ષકો કે આચાર્યની જરૃર પડશે. પરિણામે રાષ્ટ્રીય સાક્ષરતા મિશન હેઠળ રાજકોટ જિલ્લાના જે અતરિયાળ વિસ્તારોમાં ૧૬ નવી માધ્યમિક સ્કુલો શરૃ થઈ છે ત્યાં પણ નવા શિક્ષકો મુકવાને બદલે ફાજલ શિક્ષકો ગોઠવી દેવામાં આવ્યાં છે અહી નથી સ્કુલોના સ્વતંત્ર બિલ્ડીંગ કે નથી પુરતા સાધનો. આ આચાર્યની તમામ જગ્યાઓ ખાલી પડી છે. જિલ્લામાં ગ્રાન્ટેડ સ્કુલોની સ્થિતિ પણ કંગાળ છે. સ્વનિર્ભર સ્કુલોની ધીકતી કમાણી જોઈને ગ્રાન્ટેડ સ્કુલોના સંચાલકોની દાઢ ડળકી હોય તેમ દિન પ્રતિદિન ગ્રાન્ટેડ સ્કુલોને તાળા લાગતા જાય છે. છેલ્લા ત્રણ વર્ષથી આ સ્કુલોમાં અઢીસોથી વધુ ફાજલ શિક્ષકોને અન્યત્ર સમાવ્યા પછી પણ વિદ્યાર્થીઓ વધતા નથી. રાજકોટ જિલ્લામાં ૩૪૫ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કુલો પૈકી ૧૧૧ સ્કુલો એવી છે જેમાં આચાર્યની જગ્યા લાંબા સમયથી ખાલી પડી છે. છતાં ભરતી થઈ નથી. સ્કુલના આચાર્યની ભરતીમાં શાળા સંચાલકોના અધિકાર ઝૂંટવાઈ જતા અત્યારે આચાર્યની ભરતીનો મુદો વિવાદાસ્પદ બની રહ્યો છે. જિલ્લામાં ધો. ૬ થી ૮માં ૪૭૮ ધો.૯ અને ૧૦માં ૪૯ અને ધો.૧૧ અને ધો.૧૨માં ૧૯૮ શિક્ષકો અને નોન ગ્રાન્ટેડ સ્કુલોમાં આચાર્યની ૧૧૧ અને સરકારી માધ્યમિક સ્કુલોમાં આચાર્યની ૨૮ મળી કુલ ૮૬૪ જગ્યાઓ ખાલી હોવા છતાં શિક્ષણ તંત્રનાં આ મુદે એકપણ સરકારી ઉચ્ચ અધિકારી, પદાધિકારી કે રાજકીય નેતાને સ્કુલોની પરીસ્થિતિ સુધારવામાં રસ નથી. આ શાળામાં કેટલા વર્ગખંડ છે? બ્લેક બોર્ડ વિધ્યાર્થીઓને બેસવાની બેન્ચ, લાયબ્રેરી લેબોરેટરી, મેદાન કે અન્ય સુવિધાઓ છે કે કેમ? તે ચકાસવા માટે અવારનવાર તપાસ થાય છે. પરંતુ દરેક તબક્કે બધી વિગતો ફાઈલોમાં કેદ થઈ જાય છે. શિક્ષક દિન ઉજવાય છે. વધુ ભુલી જવાય છે. જેના ભોગ ગુજરાતના ભાવિનુ નિર્માણ કરનારા વિદ્યાર્થીઓ બની રહ્યાં છે. તે જોવા જાણવાની તસ્દી પણ કોઈ લેતુ નથી.

ફીના નામે લૂંટનો પરવાનો મળી જતાં
રાજકોટ જિ.માં ગ્રાન્ટેડ કરતા સ્વનિર્ભર સ્કુલો વધી ગઈ

રાજકોટ, બુધવાર
શિક્ષણના નામે સરકારે ઉઘાડી લૂંટ કરવાનો જાણે પરવાનો આપી દીધો હોય તેવી ફી નીતિ અપનાવતા રાજકોટ જિલ્લામાં અત્યારે ૩૪૫ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કુલોની સામે ૩૯૪ સ્વનિર્ભર સ્કુલો ફૂટી નીકળે છે. આ સ્કુલો મનફાવે તેમ ફી ઉઘરાવે છે જેના ઉપર શિક્ષણાધિકારી કચેરીનું કોઈ પ્રકારનું નિયંત્રણ નથી. આ સ્કુલોને પરીપત્ર મુજબ સપ્રમાણ ફી લેવાનો પરીપત્ર સરકારે કર્યો છે. પરંતુ તેનું અર્થઘટન મનફાવે તેમ કહી સ્વનિર્ભર સ્કુલો વાલીઓને લૂંટતી રહે છે.
૩૪૫ ગ્રાન્ટેડ સ્કુલો સામે સ્વનિર્ભર ૩૯૪ સ્કુલ; મનઘડંત રીતે ઉઘરાવાતી ફી સામે શિક્ષણતંત્ર લાચાર
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ શહેરની સ્વનિર્ભર સ્કુલોમાં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઠલવાય છે. આ વિદ્યાર્થીઓ જુદી જૂદી ફીના નામે લૂંટાય છે. ધો.૧૧ અને ધો.૧૨ સાયન્સમાં કેટલીક સ્વનિર્ભર સ્કુલો બે વર્ષની ફી પેટે રૃા દોઢ લાખ જેવી રકમ વસુલે છે. છતાં શિક્ષણ તંત્ર કોઈ પગલા ભરી શકતુ નથી. ગ્રાન્ટેડ માધ્યમિક સ્કુલોને સત્રફી, શિક્ષણ ફી, પ્રવેશ ફી પેટે રૃા ૨૫-૨૫ અને સ્વનિર્ભર સ્કુલોને મનફાવે તેવી ફી ઉઘરાવવાની મંજુરી આપવાની નીતિને કારણે વાલીઓ દર વર્ષે લૂંટાતા રહ્યાં છે.

 

Source By: Gujarat Samachar

‘કલેકટર’ની નિમણુંક હોંશે-હોંશે, કાયદાની રખેવાળી રામભરોસે !

મોરબી  : મોરબીના વિકાસને વધુ વેગ આપવા માટે રાજય સરકારે ૧પ મી ઓગસ્ટથી સત્તાવાર રીતે જીલ્લો ઘોષિત કર્યો હતો. જિલ્લા કલેકટરની નિમણુંક કરીને જિલ્લાની અમલીકરણની કાર્યવાહી કરવાની તાકિદ કરી હતી. હજુ આ એક જ અધિકારીની કાયદેસર રીતે નિમણુંક કરવામાં આવી છે. અન્ય તમામ અધિકારીની નિમણુંક હજુ બાકી છે.

  • પ્રજા પાસેથી કરવેરા ઉઘરાવવામાં પાવરધી સરકારે જનસામાનયની સુરક્ષા નજરઅંદાઝ કરીને એસ.પી.ની નિમણૂંકમાં દાખલેવી ઢીલ; ”જિલ્લા કક્ષાની કચેરીઓ ૭ મહીને શરુ થશે”: કલેકટર

જિલ્લા કલેકટરના જણાવ્યા મુજબ જિલ્લાકક્ષાની તમામ કચેરીઓ કાર્યરત કરવા માટે ઝડપભેર કામગીરી થઈ રહી છે. રાજય સરકારના કેબીનેટ વિભાગ દ્વારા મોરબીમાં જિલ્લાકક્ષાની કચેરી સહિતની તમામ કામગીરી વહેલાસર કરવાના આદ્દેશો જારી કરાયા છે અને તે માટે તમામ પ્રકારની મંજુરી આપવામાં આવી છે. વધીને છ થી સાત માસ સુધીમાં આ કામગીરી પુર્ણ થઈ જવાની તેમણે આશા વ્યકત કરી છે. મોરબીમાં જિલ્લા કલેકટર, એસ.પી. કચેરી, જિલ્લા પંચાયત કચેરી બનાવવા માટે મોટા સેટઅપની જરુરીયાત છે અને આ ત્રણ કચેરી માટે નવા બાંધકામની જરુર છે. રાજય સરકાર દ્વારા રેવન્યું વિભાગની શહેરમાં આવેલી સરકારી જમીનમાં નવા બાંધકામ માટે જરુરી ગ્રાન્ટ પણ ફાળવાઈ છે.

શહેરમાં આવેલી તમામ સરકારી જમીનની સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં સાતેક જેટલી જમીન પર સરકારી કચેરી બનાવવા માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં સર્કીટ હાઉસ નજીક લાલબાગ પાસેની સરકારી જમીન પર સરકારી કચેરી બનાવવા વધુ અનુકુળતા રહેશે. તેમજ સામાકાંઠા વિસ્તાર સો-ઓરડી પાસેના જમીન સંરક્ષણ સહિતના સ્થળોની મુલાકાત લઈને નિરક્ષણ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી કઈ જગ્યાએ કઈ કચેરી બનાવવી એ ફાઈનલ થયું નથી. સરકારે કામચલાઉ રીતે ભાડાના મકાનમાં પણ સરકારી કચેરી કાર્યરત કરવાની મંજુરી આપી છે. તે અંગે પણ ગંભીર વિચારણા ચાલી રહી છે. હાલના તબક્કે કદાચ જમીનો પર નવું બાંધકામમાં કાઈ અડચણ થશે તો ભાડાના મકાનનો નિર્ણય લેવાશે.મુળ તો અત્યારે ત્રણ કચેરીની મથામણ ચાલી રહી છે. બાકીની અન્ય કચેરી માટે કોઈ મુશ્કેલી નથી. લોકોને અગવડતા ન પડે તે દિશામાં ગંભીરપણે વિચારણા કરાઈ રહી છે. જેમાં ઉદ્યોગ વિભાગ, પી.પી. ડબ્લ્યું, સમાજ કલ્યાણ વિભાગ, સિંચાઈ વિભાગ, આરોગ્ય વિભાગ , માહિતી ખાતુ સહિતની જીલ્લાકક્ષાની અન્ય કચેરીઓ કદાચ સેવાસદનમાં ત્રણ માળ ઉપર વધુ ચાર માળ કરીને સમાવેશ કરી શકાય છે. તેમાંથી લોકોને વિવિધ વહીવટી કામ માટે મુશ્કેલી નહીં પડે. જયારે સેલટેક્ષ જેવી કચેરી તો કદાચ મોરબી નજીક હાઈવે પર કાર્યરત થાય તો લોકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે.આથી આ તમામ પ્રકારના પાસા અંગે ગંભીરપણે વિચારણા થઈ રહી છે.હાલના તબક્કે જીલ્લા પંચાયતના આદ્દેશ થયા નથી પણ મહેસુલ માળખાના આદ્દેશ થયા છે. તેમજ જીલ્લા કલેકટર સિવાઈ કોઈ અધિકારીની નિમણુંક થઈ નથી. રાજકોટ જીલ્લા એસ.પી. ને મોરબીનો વધારાનો ચાર્જ સોપાયો છે. જીલ્લા કલેકટરે વધુમાં ઉમેર્યુ હતું કે, રાજય સરકાર તમામ અધિકારીની વહેલાસર નિમણુંક કરે તો જીલ્લાના અમલીકરણની પ્રક્રિયા આસાન થશે. પરંતુ રાજય સરકાર પાસે અધિકારીઓની ઘટ છે. સરકાર નવા નિમણુંક પામેલા અધિકારીને વહીવટી જ્ઞાાનના અભાવે કદાચ મોરબીમાં નિમણુંક ન કરે અને રાજયમાંથી અદલા – બદલી કરીને તેમજ પ્રમોશન કરીને પણ અધિકારીની નિમણુંક કરે તેવી તેમણે સંભાવના વ્યકત કરી છે. આ બાબતે કેબીનેટ વિભાગ ગતિશીલ કાર્યવાહી કરતું હોવાનું જણાવ્યું છે.

એકંદરે મોરબી જીલ્લો થયા બાદ તમામ વ્યકિતને ઘણી જ આશા – અપેક્ષા છે. જીલ્લાના સેટઅપ બાબતે હજુ અનેક ઉતાર – ચઢાવ આવે તેવી શકયતા છે. જીલ્લા કલેકટરના દાવા પ્રમાણે બધુ જ સમુસુતરૃં પાર પડે તો શહેરીજનોની આશા ફળીભુત થાય તેમ છે. સામાન્ય વ્યકિત જીલ્લા તથા કચેરી અંગે મંતવ્ય રજુ કરી રહયો છે. પરંતુ હજુ આ બાબતે ફોડ પાડવામાં આવ્યો નથી. આથી લોકોની જીજ્ઞાાશા વધી રહી છે. ત્યારે સરકાર લોકોની જીજ્ઞાાશા સંતોષવા કટીબધ્ધ થશે ? એ તો આવનારો સમય જ કહેશે.

 

Source By: Sandesh