Category Archives: General

મોરબી જીલ્લા ના રાજપર ગામે બે દિવસ બાદ પટેલ સમાજ માં ૧૧૦ સમુહ લગ્ન નું આયોજન…

ચંદ્રેશ બી. પટેલ દ્વારા…

મોરબી જીલ્લાના પટેલ સમાજ દ્વારા ૧૩ માં સમુહ લગ્ન નુ આયોજન
સમગ્ર પાટીદાર પરીવારનાં પુત્ર –પુત્રી ઓ પણ જોડાશે.
મોરબી જીલ્લાના ઉમિયા પરીવાર દ્વારા ૧૩ માં સમુહ લગ્ન માં ૧૧૦ જેટલા યુવક- યુવતી એક સાથે લગ્ન – જીવન માં જોડાશે
પાટીદાર સમાજના મુખ્ય આગેવાનો લગ્ન ગ્રંથી માં જોડાયેલ ને આશીર્વાદ અર્પણ કરશે.
આ સમુહ અખાત્રીજના દિવસે યોજાશે. તેમાં પાટીદાર સમાજના સમગ્ર ક્ષેત્રનાં પાટીદાર પરીવારો ભાગ લઈ રહયા છે આ સમુહ લગ્ન તેવા પણ યુવક –યુવતી સામાજીક અને શેંક્ષણિક રીતે ઘણા સધ્ધર છે. તે પણ સાદગી નો ભાવ રાખી તેમના પાટીદાર સમાજના યુવક –યુવતી એક સાથે એક જ સમુહ માં અને પટેલ પાટીદાર પરીવાર અને ઉમિયા પરીવાર દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ૨-૫-૨૦૧૩ અખાત્રીજના દિવસે રાજપર ગામે આયોજન કરવામાં આવ્યું છે. પટેલ પાટીદાર પરીવાર અને ઉમિયા પરીવાર ના ૧૦૦૦ યુવાનો થી વધુ સમુહ લગ્ન માં પોતાની સેવા આપશે .
પટેલ પાટીદાર પરીવાર અને ઉમિયા પરીવાર દ્વારા ૨૦૦૨ થી શરૂઆત કરી દર વર્ષે અતિ સુંદર અને ભવ્ય યોજન કરતા આવ્યા છે આ સમુહ લગ્ન ૨૦૧૪ માં ૧૩ માં સમુહ લગ્ન અને આ સમુહ લગ્ન રાજપર ગામના સરપંચશ્રી ,પ્રમુખશ્રી ,તેમજ ટ્રસ્ટી ઓ અને ગામના યુવકો ૩૫ વિઘા માં આ સમુહ લગ્ન મહોત્સવ નું ભવ્ય આયોજન કરી રહયા છે આ સમુહ લગ્ન માં ૧૧૦ યુવક-યુવતી ઓં ને બગથળા ગામના નકલંક મંદિરના મહંત પુજય દામજી ભગત આશીર્વાદ પાઠવશે. આ સમુહ લગ્નમાં ઉમિયા પરીવાર લગ્ન સમિતિના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, અને ખજાનચી તેમજ ગામ ના દાતાઓશ્રી નો ખુબજ સાથ સહકાર રહયો છે…

Happy Mango Seasion

Happy Mango Seasion

મોરબી બાર એશા. ના રણ સંગ્રામમાં જીતુભા જાડેજાની પ્રમુખ પદે વિજય જય પરીખ ને સહુથી જંગી મતો : ઉપપ્રમુખ પદે કમળાબેન મુછડીયા

Untitled

(ચંદ્રેશ બી.પટેલ) દ્વારા
મોરબી : મોરબી જીલ્લાની રચના થયા બાદ આજે મોરબી બાર એશો.ની પ્રથમ ચુંટણી પ્રક્રિયા યોજાય હતી. ત્યારે મોરબી કોર્ટ પરિસર માં આજ સવારથી જ કાળા કોટ પહેરીને વકીલો ઉમટી પડ્યા હતા.તેમજ આજના માંદ્તાને લઈને પ્રમુખ પદના બન્નને દાવેદારોના જુથમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

આજે વહેલી સવારે યોજાયેલી મોરબી બાર.એશો.ની ચૂટણીમાં પ્રમુખ સેક્રટરી ,જોઈન્ટ સેક્રટરી ટીમાજ કારોબારી સભીયોના ઉમેદવારો માટે મતદાન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે સી.ડી. પડસુંબીયા જે.આર.જાડેજા.અને પી.ડી.માનસેતા એ પોતાની દાવેદારી નોંધાવી હતી તેમાં પોતાના હરીફ ઉમેદવાર ને જાગી બહુમતીથી હરાવીને ૧૨૨ મતો સાથે જીતુભા જાડેજા વિજય જાહેર થયા હતા.જયારે માનસેતા ૧૦ અને સી.ડી.પડસુંબીયાને ૯૦ મતો મળ્યા હતા તો ઉપપ્રમુખ જાહેર થયેલ કમળાબેન મુછડીયાને ૧૧૫ મતો મળ્યા હતા ત્યારે મનીષ પારેખ ને માત્ર ૯૦ મતો મળતા. તેઓ હાર્યા હતા. વધુમાં કારોબારી સભ્ય તરીકે જય પરીખ ને સૌથી વધુ ૧૨૭ મતો મળ્યા સેક્રટરી તરીકે એન.એન.ગોસ્વામી ને ૯૯ મતો મળ્યા હતા તો જોઈન્ટ સેક્રટરી જાહેર થયેલા પ્રવીણ હડીયલને ૧૦૪ મતો મળ્યા હતા વધુમાં અન્ય કારોબારી સભ્ય વિજયશેરસીયા ને ૧૨૩ તેમજ નરેન્દ્રસિંહ ૧૦૦ મતો મળ્યા તેવો વિજયી જાહેર થયા હતા.આમ તો સામાન્ય રીતે કાળા કોટ ધરી વકીલો અસીલો માટે દરરોજ એક બીજા સામે ન્યાયાલયમાં દલીલો મારફતે આમને સામને લડતા હોઈ છે. પરંતુ આજે ચુંટણી જંગમાં વકીલો આમને સામને હતા ત્યારે કોર્ટ પરિસરમાં ઉત્સાહ જનક વાતાવરણ હતું.

ચુંટણી ચક્કર

ચંદ્રેશ બી. પટેલ દ્વારા…
અગામી લોકસભા ચુંટણી ના ઢોલ વાગી રહાં છે ત્યારે ભાજપ પક્ષ ના વડાપ્રધાન પદના દાવેદાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વડાપ્રધાન પદના દાવેદાર એટલે માસ્ટર માઈન્ડથી ઓળખાતા મોદી માટે દિલ્હી દુર છે…. તેવું વિરોધી પક્ષ ના નેતાઓ માટે મુદો બનીયો છે પણ મતદાન પ્રજા કોને સતા આપશે એ તો ચુંટણીનું પરિણામ આવ્યા પછી ખબર પડશે પણ હાલમાં ચુંટણીપ્રચાર પસારમાં અચારસંહિતા ભંગનો ગુન્હો કરનારાઓની સંખ્યા આ લોકસભા ચુંટણી દરમિયાન નોંધનિય રહી છે.ત્યારે માસ્ટર માઈન્ડ એવા નરેન્દ્રભાઈ મોદીના વિચાર ધરી પરના પુસ્તકો અડધો ડઝન જેટલા પ્રસિદ્ધ થઈ ગયા છે.ત્યારે ગુજરાતના વિકાસ અને ગરીબ ના બેલી ગરીબ કલ્યાણ મેળા ઉત્સવ કરનારા આ માસ્ટર માઈન્ડ તરીકે જાણીતા એવા નરેન્દ્રભાઈ મોદીથી માત્ર ગુજરાત નહીં દેશભરની પ્રજા હવે અજાણ નથી ત્યારે આગમી લોકસભામાં જે તે પક્ષ સતા પ્રાપ્ત કરે પણ બિચારી પ્રજા નું શું?

મોરબી –એ ડીવીજન પોલીસ ની હદ માં હવે ગુનેગારો ની ખેર નહિ

ચંદ્રેશ બી. પટેલ દ્વારા… મોરબી.

મોરબી જીલ્લાના એ ડીવીજન પોલીસ ની હદ માં ફરજ નિષ્ઠ પોલીસ અધિકારીઓં સતત પોતાના પોલીસ મથક ની હદમાં પેટ્રોલિંગ કરી ગુન્હા અટકાવા ના પ્રયાસો હાથધરેલ છે.અને ગુનાહેગારો સામે લાલ આંખકરી પ્રતીષ્ઠ લોકોને કનડતા પર્શ્નોને હળવા કરવાના પ્રયાસો કરી દિધા છે.જેમાં ઉચ્ચ પોલીસવડાના માર્ગદર્શન થી PI આર.એ.સોઢા અને PSI સી.વી.કાવર મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર અને PSI એન.બી.ચોહાણ, PSI એન.કે.વાઘેલા, PSI ડી.જે.વાઘેલા PSI ઓ.બી.મજ્ગુલ PSI કે.બી.જાડેજા સહીત ઈમરજન્સી ૧૦૦ નંબર ઘટનાની સાથે દોડી રહી છે .હવે જમીન માફિયા બુટલેગરો અને કજીયાળુ ઓં ની ખેર નહિ મોરબી એ ડીવીજન પોલીસની હદમાં પતિષ્ઠ વ્યક્તિ ઓ માટેખુશી અને ગુનેગારો માટે માઠીસમા સમા સમાચારો છે. PI સોઢા. કરછમાં નોકરી કરીને આવ્યા છે.એટલે કરછ વાસીઓં ને તેની તાસીર ખબર છે.હવે મોરબી વાસી ને ખબર પડી જશે.

મોરબી માં કોંગ્રેસ પક્ષ માં મંત્રી તરીકે યુવા જુમા ભાઈ ની નિમણુક…

DSC00810

(ચંદ્રેશ. બી .પટેલ દ્વારા મોરબી ,)
મોરબી નજીકના આવેલા વનાળીયા ગામના વાતની અને મોરબી શહેર જીલ્લા ના જાણીતા યુવા જુમાભાઈ સુમરા ની તાજેતરમાં કોંગ્રસ માં મંત્રી તરીકે નિમણુક થતા મિત્ર સર્કલ માં ઠેર- ઠેર શુભેચ્છામળી રહી છે ત્યારે આ યુવા જુમાભાઈ સુમરા દરેક સમાજ સાથે એક સારા સેવક તરીકે જાણીતા છે વર્ષો થી તેવો કોંગ્રસ માં સક્રિય કાર્યકર તરીકે સેવાઓ કરી રહ્યા છે અને તે સેવા ને ધ્યાને રાખી કોંગ્રસ ના ઉચ્ચ વડાઓ ના આદેશ થી સક્રિય કાર્યકરો ને હોદેદાર નિમણુક કરવા આદેશ મળતાની સાથે જ મોરબી જીલ્લાના કોંગ્રસ પ્રમુખ બ્રિજેશભાઈ મેરજા એ દરેક કાર્યકરોને અને પક્ષના જવાબદારો ની નિમણુક કરી છે જેમાં કોંગ્રેસ સમિતી ના મોરબી જીલ્લા વિસ્તારમાં સંગઠન મંત્રીતરીકે યુવા જુમાભાઈ સુમરા ને નિમણુક કરેલ છે મોરબી શહેર જીલ્લાનું કોંગ્રસ માંળખુ મજબુત રાખવવા અને પક્ષને સતત વફાદાર વ્યક્તિ એવા યુવા જુમાભાઈ કોઈપણ સમાજ ના ભેદભાવો વગર દરેક વ્યક્તિનો ન્યાયક પર્શ્નો ને ધ્યાને રાખીને પ્રજાના ખરા નેતા તરીકે ઓળખ પૂરી પડશે ટીમ જુમાભાઈ અમારી બ્યુરો ઓફીસની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું .

મોરબી ના શ્રી રામધન આશ્રમ ખાતે શ્રી મોરબી વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટ દ્વારા ખાધ સામગ્રી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો…

final_

ચંદ્રેશ બી. પટેલ દ્વારા… મોરબી.
મોરબી માં સતત વિકલાંગ માટે ચિંતક કરી રહેલ સંસ્થા એટલે જેવું નામ તેવું સંસ્થાનું કામ. મોરબી શહેર જીલ્લામાં છેલ્લા ૧૪ વર્ષથી નાની-મોટી સેવા કાર્ય કરતી સંસ્થા શ્રી મોરબી વિકલાંગ પેરણા ટ્રસ્ટ દ્વારા તાજેતર માં મોરબી ખાતે આવેલ શ્રી રામધન આશ્રમ માં ગત ૧૨-૪-૨૦૧૪ ના રોજ વહેલી સવારે ૯ કલાકે વિકલાંગ ને જરૂરતમદો ને ખાધસામગ્રી ની કીટ વિતરણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં હાજર રહેલા લાભાર્થીઓ ને કીટ ની સાથે દાતા એ રૂ.૧૦૦ રોકડ આપી માનવતા ની મહેક સારું કરી છે. ત્યારે મોરબી ની આ સંસ્થા દ્વારા ઘણા સમય થી સેવાના સેવાના કાર્યક્રમો કરાઈ છે. તેમાં વધુ માં વધુ યોગદાન દાતાઓ નો રહયો છે. તેવી જ રીતે આગામી દિવસ માં આ શ્રી મોરબી વિકલાંગ પ્રેરણા ટ્રસ્ટે ને કાઈમી દાતાઓ નો હૂફ આ રીતે રહેતો ઘણા લાભાર્થીઓ આ લાભ મેળવી શકે. તો આ સંસ્થાના કાર્યાલય પર રૂબરૂ અથવા ફોન નું. ૦૨૮૨૨-૨૨૨૧૭૪ પર સંપર્ક કરી સંસ્થાની સેવા ક્રિયા પ્રવુતિઓ ને સફળ કરવા અનુરોધ છે. જેથી દરેક વિકલાંગ ભાઈ- બહેન ને સમય સર્કીટ વિતરણ દર માંસે નિયમિત કરી શકાય તેવું અંતે સંસ્થા ના પ્રમુખ એચ.પી.પારેખ જણાવ્યું હતું. કાર્યક્રમને સફળ કરનારા દાતાઓ મહાનુભાવોનો આભાર વ્યકત કરેલ અને સંતો મહંતો ના આશીર્વાદ થી આમ દરેક જરૂરત મંદની સેવા પૂરી પાડતી સંસ્થા પ્રગતિ કરી તેવી હર્દયની શુભેચ્છા

સંતશ્રી ઓં ભાવેશ્વરી બેન
તથા પર્ભુદાસજી
ટંકારા

દાતાઓ; બાબુલાલ પટેલ (ઓમ શાંતિ વિદ્યાલય )મોરબી દેવકરણ ભાઈ અદ્રોજા
દાતાઓ :રમણીકલાલ જનતા કિરાના (અશ્વિનભાઈ કાનાણી)(મનીષભાઈ પાટડીયા )
સેવક: બિપીનભાઈરાવલ હરેશ ભાઈ કલસરિયા અજય ભાઈ પારેખ અશોક ભાઈ અશોક ભાઈ ચાવડા

મોરબી માં સતવારા સમાજ દ્વારા રેલી ….

s.8-1-14-6

મોરબી માં આજે સવારે સતવારા સમાજે રેલી કાઢી કલેકટર ને આવેદન આપ્યું હતું ..
છેલ્લા થોડા દિવસ માં મોરબી માં ગુનાઓ નું પ્રમાણ વધતું જાય છે. ત્યારે સતવારા સમાજ માં એક નું જમીન બાબતે ખૂન થયું હતું. અને હમણાં લાતી પ્લોટ માં પણ કારખાને જઈને હુમલો કરયો હતો. અને આ જ્ઞાતિ માં ભણતર ના આભાવ ના હિસાબે તેમની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવતી હોય છે આવા ઘણા મુદાઓ ને લઈને સતવારા સમાજ આજે સવારે મોરબી સતવારા જ્ઞાતિ ની વાડી થી રેલી નો પ્રારંભ કરી કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું..
આ રેલી માં સતવારા જ્ઞાતિ ના મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા. રેલી માં બધા લોકો પોત પોતાના વાહન સાતે અને સુત્રચાર ના બેનર સાથે રેલી કાઢી હતી.

– મોરબી લાઈવ

શહેરમાં ર.૧૮ કરોડના વિકાસ કામોને મંજૂરી…

વિવિધ સ્થળે ર્પાિંકગ તથા પેવર બ્લોકથી ફુટપાથ બનાવાશે
મોરબી : મોરબી શહેર માળખાકિય સવલતોના અભાવે તંત્ર દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણીમ શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં આશરે રૃ.ર.૧૮ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો કરવાનો સત્તાવાર રીતે નિર્ણય લેવાં આવ્યો છે.
મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણીમ શહેરી વિકાસ યોજના અંર્તગત શહેરના ત્રિકોણબાગ પાસે રૃ.૮ લાખના ખર્ચે અને પાછળ રૃ.રર લાખના ખર્ચે પાકીંગ વ્યવસ્થા, શનાળા રોડ પર સીવીલ હોસ્પિટલથી સબ વે પર રૃ.૪૩ લાખના ખર્ચે પેવર બ્લોક, મણીમંદીરથી શકિત ચોક સુધી રૃ. ૮ લાખના ખર્ચે પેવર બ્લોકથી ફુટપાથના વિકાસને લગતા કામોને મંજુરી આપવામાં આવી છે અને અમુક કામો શરૃ કરવાની જાહેરાત કરાઈ છે. અત્રે ઉલ્લ્ખનીય છે કે અગાઉ તંત્ર દ્વારા અનેક વખત અનેક વિકાસકામો કરવાની જાહેરાત કરાઈ છે. પરંતુ એક યા બીજા કારણોસર વિકાસકામો હજુ સુધી સાકાર થયા નથી. જે પ્રમાણે વિકાસકામની સત્તાવાર રીતે જાહેરાત થાય છે અને તે કામો થયા હોત તો આજે મોરબી શહેર મહાનગર કરતાંય આગળ વધી ગયું હતું પણ કમનસીબે હજુ સુધી ઘણા વિકાસકામો અધ્ધરતાલ છે.

Source By : Sandesh

સરકાર જીદ્દી,મોરબી સિરામિક ઉદ્યોગ અડગઃ આજથી વેચાણ બંધ…

ઉદ્યોગકારોએ રચનાત્મક વિરોધ માટે શનાળા રોડ પર સરદાર બાગ પાસે છાવણી નાખી
નાટકો, સફાઈ અભિયાન, પ્રતીક ઉપવાસ, રક્તદાન સહિતના કાર્યક્રમો આપી ઉદ્યોગકારો વિરોધ પ્રદર્શન કરશે

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગનું આંદોલન ધીરે – ધીરે વેગ પકડી રહ્યું છે. હડતાલને પાંચ – પાંચ દિવસ થવા છતાં સરકાર તરફથી કોઈ જ સત્તાવાર પ્રતિભાવ ન મળતા મોરબીના સિરામિક ઉદ્યોગકારો આજથી માલનું વેચાણ બંધ કરવાની સાથે પોતાની માંગ અને પ્રશ્નોને મોટી – મોટી વાતો કરતી સરકારના બહેરા કાને પહોંચાડવા શહેરમાં છાવણી નાખી રચનાત્મક વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે.

મોરબીના ઉદ્યોગકારોમાં સરકાર સામે દિન-પ્રતિદિન રોષ ઉગ્ર બનતો જાય છે. સરકારના અક્કડ વલણના પગલે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ છ દિવસથી ઉત્પાદન ઠપ્પ કર્યા બાદ આંદોલનને વધુ અસરકારક બનાવવા આજથી સિરામિક ટાઈલ્સનું વેચાણ પણ બંધ કરી દેવાનો નિર્ણય લેતા મોરબીમાંથી દરરોજના નિકાસ થતા ૧પ૦ કન્ટેનરો અને રોજની ૪૦૦ ટ્રકોમાં જતો સિરામિકનો માલ અટકી જશે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ખાસ કરીને રીયલ એસ્ટેટ ઉદ્યોગને ગંભીર અસર પહોંચવાની શકયતા છે.

મંગળવારથી શહેરના શનાળા રોડ પર સરદાર બાગની સામે વિરોધ પ્રદર્શન છાવણી શરૃ કરવામાં આવશે. જેમાં ઉદ્યોગકારો દ્વારા રચનાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરાશે. નાટકો, સફાઈ અભિયાન, રકતદાન કેમ્પ, પ્રતિક ઉપવાસ જેવા કાર્યક્રમો કરવામાં આવશે. તેવું સિરામિક એસોસીએશન દ્વારા જણાવવામાં આવ્યું છે.

સોશ્યલ નેટવર્ક પર પણ જબરો પ્રતિસાદ
આ લડતને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત રાજકોટ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તથા રૃફિંગ ટાઈલ્સ એસોસીએશન સહિત મોરબી અને અન્ય રાજયોની પ૦ જેટલી સંસ્થા દ્વારા સમર્થન આપી ટેકો જાહેર કરાયો છે. મોરબી સિરામિકની લડતને ઈન્ટરનેટ અને સોશ્યલ નેટર્વિંકગ સાઈટો પર પણ જબરો પ્રતિસાદ મળી રહ્યો છે.

ગુજરાતની બોર્ડરો પર ટાઈલ્સ ભરીને જતી ટ્રકો પર તવાઈ
આંદોલનના પગલે છેલ્લા બે દિવસમાં ગુજરાતની બોર્ડરો પર સિરામિક ટાઈલ્સ ભરીને જતી ટ્રકોને આર.ટી.ઓ. અને વેટ વિભાગ દ્વારા ટાર્ગેટ કરીને તવાઈ ઉતારવામાં આવી રહી છે. પાલનપુર – સોનગઢ બોર્ડર પર ગઈકાલે ર૦૦ જેટલી ટ્રકો પર તવાઈ ઉતારાઈ હતી. જેમાંથી ૧રપ જેટલી ટ્રકો માત્ર સિરામિક ટાઈલ્સ ભરેલી હતી.

Suorce By : Sandesh